શાંતિપૂર્ણ સરહદ માટે ભારત અને પાકિસ્તાને સંમતિ દાખવી

શાંતિપૂર્ણ સરહદ માટે ભારત અને પાકિસ્તાને સંમતિ દાખવી

ભારત અને પાકિસ્તાને શાંતિપૂર્ણ સરહદોના પ્રયાસમાં શુક્રવારે સંમતિ દાખવી હતી. બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે 8 નવેમ્બરે ત્રણ દિવસીય 44મી ડાયરેક્ટર જનરલ સ્તરની મિટિંગનો પ્રારંભ થયો હતો જે શુક્રવારે સંપન્ન થઈ હતી. બંને પક્ષે સમસ્યાંતરે ફિલ્ડ કમાન્ડર્સની મિટિંગ માટે પણ સહમતિ બતાવી હતી. બંને દળોએ સ્થાનિક સ્તરે વાર્તાલાપ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. વાર્તાલાપ દોઢ વર્ષ પહેલા સ્થગિત કરવામાં આવ્યો હતો. મિટિંગનો આગામી રાઉન્ડ પાકિસ્તાનમાં યોજાશે તેવી પણ બંને પક્ષે સહમતિ થઈ હતી.