સરકાર કહે તો અમે બોર્ડર પાર કરી કાર્યવાહી કરવા તૈયાર છીએ: આર્મી ચીફ બિપિન રાવત

સરકાર કહે તો અમે બોર્ડર પાર કરી કાર્યવાહી કરવા તૈયાર છીએ: આર્મી ચીફ બિપિન રાવત

આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું કે, ઈન્ડિયન ફોર્સ પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીનો જવાબ આપવા માટે તૈયાર છે. જો સરકાર મંજૂરી આપે તો અમે બોર્ડર પાર કરીને કોઈ પણ ઓપરેશનનો અંત લાવવા માટે તૈયાર છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે શુક્રવારે રાવતે કહ્યું છે કે, અમે પાકિસ્તાનના ખોટાનો જવાબ આપીશું. જો પાકિસ્તાન સાથે સામનો થશે અને અમને કોઈ પણ ટાસ્ક આપવામાં આવશે તો અમે તેને પૂરો કરીશું. અમે માત્ર એ કારણથી બોર્ડર ક્રોસ નહીં કરીએ કે પાકિસ્તાન પાસે એટમી હથિયાર છે. પરંતુ અમે તેમના ન્યૂક્લિયર વેપન્સ વિશે બોલવામાં આવેલા ખોટાણાને ઉઘાડું પાડવા માગીએ છીએ. એ વાતની શક્યતા છે કે બોર્ડર પર ચાલી રહેલા તણાવના કારણે પાકિસ્તાન એટમી હથિયારોનો ઉપયોગ કરી શકે છે? અમે ભારત અને અમેરિકી ફોજ સાથે તાલ-મેલ વધારનાર મિલિટ્રી ઓફિસરોની અપોઈન્ટમેન્ટ માટે વિચાર કરી રહ્યા છીએ.