કોંગ્રેસ મુક્ત ભારતનો વિચાર મારો નહીં ગાંધીનો હતો: મોદી

કોંગ્રેસ મુક્ત ભારતનો વિચાર મારો નહીં ગાંધીનો હતો: મોદી

નવી દિલ્હીઃ બજેટ સેશનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર નરેન્દ્ર મોદી બુધવારે લોકસભા અને રાજ્યસભામાં ભાષણ આપ્યું હતું. અહીં તેમણે કોંગ્રેસની નીતિ, વિચાર અને કામ પર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, અમને ગાંધીવાળુ ભારત જોઈએ, મને પણ ગાંધીવાળું ભારત જોઈએ. કારણકે ગાંધીએ કહ્યું હતું કે, આઝાદી મળી ગઈ છે અને હવે કોંગ્રેસની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, ગુલામ નબીજીએ ઘણું કહ્યું, અમુક લોકોએ સાંભળ્યું તો અમુક લોકો સાંભળતા જ નથી. તમે આયુષ્માન ભારત અભિયાન યોજનાનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસે જ નહીં વિપક્ષ પણ આ સ્કીમ પર ટાસ્ક ફોર્સ બનાવે, હું તેમના સૂચનો ઉપર વિચાર કરીશ.