નોટબંધીને કારણે દેશની અર્થવ્યવસ્થા જોખમમાં - મનમોહન સિંહ

નોટબંધીને કારણે દેશની અર્થવ્યવસ્થા જોખમમાં - મનમોહન સિંહ

કોંગ્રેસ આઝે જનવેદના સંમેલન કરી રહ્યું છે. આ રેલીના પ્રમુખ છે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. આ સંમેલનમાં દેશભરના લગભગ 5000 પાર્ટી નેતા અને કાર્યકર્તા તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા છે. આ સંમેલનમાં પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધિત કરતાં મનમોહન સિંહે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મનમોહન સિંહે કહ્યું હતું કે, મોદીજી સતત એક જ વાત કહી રહ્યાં છે, કે તેઓ દેશની અર્થવ્યવસ્થાને ટ્રાંસફોર્મ કરી રહ્યાં છે. પરંતુ આ અર્થવ્યવસ્થાના અંતની શરૂઆત છે.

જાણીતા અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ નાણા મંત્રી મનમોહન સિંહે કહ્યું કે, મોદીજી 2 વર્ષથી કહી રહ્યાં છે કે રાષટ્રીય ખજાનામાં વધારો થયો છે, પરંતુ આ ખાલી કહેવાની વાતો છે. તેમણે કહ્યું કે નોટબંધીથી આખા દેશને ફટકો પડ્યો છે. થોડા જ મહિનાઓમાં પરિસ્થિતિ ખરાબમાંથી અતિ ખરાબ થઇ ગઇ છે.