મુંબઈ: ચેમ્બુરમાં BPCL પ્લાન્ટમાં ધડાકા બાદ આગ, 21 લોકો ઘાયલ

મુંબઈ: ચેમ્બુરમાં BPCL પ્લાન્ટમાં ધડાકા બાદ આગ, 21 લોકો ઘાયલ

મુંબઈના ચેમ્બુરમાં બુધવારે બપોરે BPCL પ્લાન્ટમાં આગ લાગી હતી. આગ એક મોટા વિસ્ફોટ બાદ લાગી હતી. આગને કાબૂ કરવા માટે ફાયર બ્રિગેડના 9 ટેન્ડરની મદદ લેવામાં આવી હતી. આગ લાગ્યાં બાદ પ્લાન્ટના કર્મચારીઓમાં ભાગદોડ થઈ ગઈ હતી. આ ઘટનામાં 21 લોકો ઘાયલ થયાં છે જ્યારે એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ ઉપરાંત સ્થાનિક વહિવટી તંત્ર અને BPCLના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. પ્લાન્ટની અંદર હાજર લોકોને પણ બહાર કાઢવાના કામ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યમાં કર્મચારીઓને ત્યાંથી કાઢીને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દીધા છે. પ્લાન્ટની આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્લાન્ટના એક બોયલરમાં બપોરે લગભગ 3 વાગ્યાના અરસામાં જોરદાર ધડાકો થયો હતો. વિસ્ફોટ બાદ સમગ્ર પ્લાન્ટમાં ધુમાડો ભરાય ગયો હતો અને આગની ઊંચી જ્વાળાઓ જોવા મળી હતી. જે બાદ ત્યાં હાજર કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.