દાઉદની 3 પ્રોપર્ટીની 9 કરોડની બોલી લાગી, અફરોઝ હોટલ 4 કરોડમાં વેચાઈ

દાઉદની 3 પ્રોપર્ટીની 9 કરોડની બોલી લાગી, અફરોઝ હોટલ 4 કરોડમાં વેચાઈ

મુંબઈઃ દાઉદ ઇબ્રાહિમની જપ્ત કરેલી 10માંથી 3 પ્રોપર્ટીની હરાજી થઈ હતી. હરાજી થઈ રહેલી 3 પ્રોપર્ટીમાંથી રોનક અફરોઝ હોટલ ખાસ છે. અફરોઝ હોટલ 4 કરોડમાં વેચાઈ છે. 3 પ્રોપર્ટીની થઈ કુલ 9 કરોડની બોલી લાગી. હરાજી કરવામાં આવેલી અન્ય 2 પ્રોપર્ટીઝમાં ડામરવાલા બિલ્ડિંગના 6 રૂમ અને યાકુબ સ્ટ્રીટ સ્થિત શબનમ ગેસ્ટ હાઉસ પણ સામેલ છે. આ પ્રોપર્ટી SUBT બુરહાની ટ્રસ્ટે ખરીદી છે. ગત વખતે જર્નાલિસ્ટ એસ બાલાકૃષ્ણને આ માટે ચાર કરોડ 28 લાખ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી પરંતુ તે સમય મર્યાદામાં રકમ ચૂકવી શક્યા નહોતા.