આરૂષિ મર્ડર કેસમાં HCનો ચુકાદો: માતા-પિતાએ નથી કરી દીકરીની હત્યા

આરૂષિ મર્ડર કેસમાં HCનો ચુકાદો: માતા-પિતાએ નથી કરી દીકરીની હત્યા

અલ્હાબાદ/ગાઝિયાબાદઃ અલ્હાબાદ હાઈકોર્ટે બહુચર્ચિત આરૂષિ અને હેમરાજ મર્ડર કેસમાં CBI અદાલતના ફેંસલા વિરૂદ્ધ રાજેશ તલવાર અને નૂપુર તલવારની અરજી પર ગુરૂવારે નિર્ણય સંભળાવ્યો હતો. આ કેસમાં હાઈકોર્ટે તલવાર દંપતીને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે તેમની સુનાવણીમાં કહ્યું છે કે, એવા કોઈ પૂરાવા મળ્યા નથી જે તલવાર દંપતીને આરોપી સાબિત કરી શકે. હાઈકોર્ટ તલવાર દંપતીની આજીવન કેદની સજા પણ રદ કરી દીધી છે. અલ્હાબાદના હાઈકોર્ટના આદેશ બાદ તલવાર દંપતીને શુક્રવારે જેલમાંથી મુક્ત કરવામાં આવશે.