ટ્રીપલ તલાક વિધેયકમાં સંશોધન માટે કેબિનેટની મંજુરી મળી

ટ્રીપલ તલાક વિધેયકમાં સંશોધન માટે કેબિનેટની મંજુરી મળી

ટ્રીપલ તલાક પર લાંબા સમયથી ચાલતી ચર્ચા-વિચારણાઓ વચ્ચે કેન્દ્રિય મંત્રીમંડળે આ સંબંધિત બીલની જોગવાઇઓમાં સંશોધનને મંજુરી આપી છે. જો કે આ હેઠળ પણ તે બિનજામીનપાત્ર રહેશે, પરંતુ મેજીસ્ટ્રેટ પાસે આવા મામલાઓમાં જામીન મળી શકશે. ટ્રીપલ તલાકની જોગવાઇઓને લઇને છેલ્લા ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યું છે, જે બાદ કેન્દ્ર સરકારે આ મામલે લોકસભામાં એક બીલ પસાર કર્યું. જે હેઠળ ટ્રીપલ તલાક આપનારા માટે જેલની સજાની જોગવાઇ કરવામાં આવી અને તેને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યું. વિપક્ષ તેની કેટલીક જોગવાઇઓને લઇને મુશ્કેલીઓ વ્યક્ત કરી રહ્યું હતું, જે કારણે લોકસભામાં પસાર થયા પછી પણ આ બીલ રાજ્યસભામાં અટક્યું છે.