બાબા વીરેન્દ્ર દીક્ષિત વિરુદ્ધ CBIએ 3 કેસ નોંધ્યા

બાબા વીરેન્દ્ર દીક્ષિત વિરુદ્ધ CBIએ 3 કેસ નોંધ્યા

સીબીઆઈએ દિલ્હીના કથિત બાબા વીરેન્દ્રદેવ દીક્ષિત વિરુદ્ધ ત્રણ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. બુધવારે દાખલ ચાર્જશીટમાં તેની વિરુદ્ધ અનેક સગીર બાળકીઓ અને મહિલાઓને આશ્રમમાં બંધક બનાવવાનો આરોપ મૂક્યો છે. સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ 22 ડિસેમ્બરે આ કેસ હાથમાં લીધો હતો. તે દિલ્હીના રોહિણી અને અન્ય સ્થળોએ પોતાના આધ્યાત્મિક આશ્રમમાં મહિલાઓ અને સગીર છોકરીઓનો શારીરિક શોષણ કરવાનો આરોપી છે. કોર્ટે સીબીઆઇને વીરેન્દ્ર દીક્ષિતને શોધવાનો આદેશ આપ્યો હતો.  સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે અમે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ અનુસાર વીરેન્દ્ર દીક્ષિત વિરુદ્ધ ત્રણ કેસ નોંધ્યા છે. એસપી સ્તરના એક અધિકારીના નેતૃત્વમાં એક ટીમ પણ બનાવી છે જે મામલાની તપાસ કરશે. વીરેન્દ્ર દીક્ષિત દિલ્હી પોલીસના એફઆઈઆર નોંધ્યા બાદ જ ગુમ છે.