જલિયાંવાલા હત્યાકાંડ બદલ બ્રિટિશ સરકાર માફી માગે : સાદિક ખાન

જલિયાંવાલા હત્યાકાંડ બદલ બ્રિટિશ સરકાર માફી માગે : સાદિક ખાન

ચંદીગઢ: લંડનના મેયર સાદિક ખાને પોતાના અમૃતસર પ્રવાસે નિવેદન આપતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે બ્રિટિશ સરકાર જલિયાંવાલા બાગ નરસંહાર બદલ માફી માગે. પાકિસ્તાની મૂળના ખાન ભારત અને પાકિસ્તાનનાં ત્રણ-ત્રણ શહેરોના પ્રવાસ દરમિયાન અમૃતસર પ્રવાસે આવ્યા હતા. સાદિક ખાને જલિયાંવાલા બાગ નરસંહારના શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી અને વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે હવે સમય આવી ગયો છે તે બ્રિટન સરકાર 1919માં થયેલા જલિયાંવાલા બાગ નરસંહાર માટે માફી માગે. તેમણે કહ્યું કે તેમના માટે જલિયાંવાલા બાગ આવવાનો અનુભવ અદભુત છે અને અહીં જે કરુણાંતિકા સર્જાઇ હતી તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેઓ અહીં ‘શહીદોનો કૂવો’ જોવા પણ ગયા હતા. સાદિક ખાન પહેલા મુસ્લિમ મેયર છે જેઓ શ્રી હરિમંદિર સાહિબમાં નતમસ્તક થયા હતા. અહીં માથું ટેકવ્યા બાદ તેમણે લંગર છકા અને લંગર રાંધવાની સેવા પણ કરી હતી.