આજથી 3 દિવસ બેંક બંધ-વધશે મુશ્કેલીઓ, સ્થિતિ વકરવાની આશંકા

આજથી 3 દિવસ બેંક બંધ-વધશે મુશ્કેલીઓ, સ્થિતિ વકરવાની આશંકા

નવી દિલ્હીઃબેંકમાં શનિવારથી લઈ સોમવાર સુધી રજા છે. બેંકરોને ડર છે કે મંગળવારે બ્રાન્ચ ખુલતા જ ફરી ભીડ જોવા મળશે. મોટાભાગના સ્થળોએ નોટબંધીના મહિના બાદ પણ સમસ્યાઓ જેમની તેમ છે. લોકો પૈસા ઉપાડી નથી શકતા અને એટીએમ પણ કેશલેસ થઈ ગયા છે. બેંકરોએ જણાવ્યું કે, આરબીઆઈ વારંવાર યોગ્ય પ્રમાણમાં કેશ બેંકમાં પહોંચાડી હોવાની વાત કરે છે જોકે વાસ્તવમાં અમને બહુ જ ઓછા પ્રમાણમાં નોટ મળી રહ્યાં છે. આવનારા બે સપ્તાહ સુધી આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. દર બીજા શનિવારે બેંક બંધ હોય છે અને રવિવારની રજા બાદ સોમવારે ઈદ-એ-મિલાદુન્નબીની રજા છે.

 

95 ટકા એટીએમ રિકૈલિબ્રેટ તેમછતાં સ્થિતિ નથી સુધરી


- એક પ્રાઈવેટ બેંકના અધિકારીએ જણાવ્યું કે, દેશના 95 ટકા એટીએમ રિકૈલિબ્રેટ કરવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક સમસ્યાઓને લીધે કેશની તકલીફ યથાવત છે. એટીએમમાં દિવસમાં એકવાર જ પૈસા ભરવામાં આવે છે.
- રિઝર્વ બેંકે એક સપ્તાહમાં બેંકથી 24 હજાર ઉપાડની મર્યાદા નક્કી કરી છે. પરંતુ રોકડની અછતને કારણે ઘણી બ્રાન્ચોમાં 2 હજાર રૂપિયા જ આપવામાં આવે છે. આવામાં ગ્રાહકો બેંક પાસેથી પેનલ્ટી પણ માંગી રહ્યાં છે. જે રીતે મિનિમમ બેલેન્સ ન હોવા પર બેંક પેનલ્ટી લગાવે છે.
- ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોયઝ ઓર્ગેનાઈજેશનનાં એક અધિકારીએ જણાવ્યું કે, આરબીઆઈ પોતે પુરતા પ્રમાણમાં કેશ આપતું હોવાનું નિવેદન આપે છે. જેને કારણે લોકો અમારી પર ભડકે છે. સરકાર કે કેન્દ્રીય બેંકનું નિવેદન લોકોને ગેરમાર્ગે દોરે છે.
- બીજી તરફ શનિવારે રેલવે, મેટ્રો રેલ તથા સરકારી બસમાં 500 રૂપિયાની જુની નોટ બંધ થઈ ગઈ છે. આ સ્થળોએ 500ની જુની નોટ 15 ડિસેમ્બર સુધી માન્ય હતી જેને ઘટાડી 9 ડિસેમ્બર સુધીની કરવામાં આવી હતી.
- સરકારી હોસ્પિટલ, મેડિકલ, સ્મશાન/કબ્રસ્તાન, એલપીજી સિલેન્ડર, વીજ બીલ-પાણી બીલ સહિતના સરકારી કર, 500 રૂપિયાના મોબાઈલ રીચાર્જ માટે જુની નોટને સ્વીકારવામાં આવશે.


Loading...