સપા નેતા આઝમ ખાનને પૂર્વ સાંસદ જયાપ્રદાએ અલાઉદ્દીન ખિલજી ગણાવ્યા

સપા નેતા આઝમ ખાનને પૂર્વ સાંસદ જયાપ્રદાએ અલાઉદ્દીન ખિલજી ગણાવ્યા

લખનઉ: માજી સાંસદ જયાપ્રદાએ લાંબા સમય પછી આજે આઝમ ખાન પર પોતાનું મૌન તોડ્યું હતું. જયાપ્રદાએ સપાના નેતા આઝમ ખાનની તુલના અલાઉદ્દીન ખિલજી સાથે કરી છે. ઉલ્લેખનીય છે કે આઝમ ખાનનો ગઢ મનાતા રામપુરથી બે વાર જયાપ્રદા લોકસભા સદસ્ય રહી છે. જયાપ્રદાએ કહ્યું હતું કે ખિલજીને જોઇને આઝમ ખાન યાદ આવી ગયા રામપુરથી પૂર્વ સાંસદ જયાપ્રદાએ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન પર અતિશય ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે હું ફિલ્મ પદ્માવત જોઇ રહી હતી, ત્યારે અલાઉદ્દીન ખિલજીને જોઇને મારા મનમાં આઝમ ખાન જ આવી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે રામપુરથી હું જ્યારે ચૂંટણી લડી રહી હતી ત્યારે તેમણે મને કેવી રીતે હેરાન કરી હતી.