અયોધ્યા વિવાદ: આજથી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂ થશે

અયોધ્યા વિવાદ: આજથી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂ થશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર આજથી ફરી સુનાવણી શરૂ થવાની છે. આ વિષે છેલ્લે 8 ડિસેમ્બરે સુનાવણી થઈ હતી પરંતુ દસ્તાવેજોનું ટ્રાન્સલેશન ન થઈ શક્યું હોવાના કારણે કોર્ટે બે મહિના સુધી તારીખ વધારી હતી. ત્યારે કુલ 19,590 પેજમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના હિસ્સાના 3,260 પેજ જમા થઈ શક્યા નહતા. તે સમયે સુનાવણી પાછી ઠેલવાની માગણી કરતા બોર્ડના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ કેસ માત્ર જમીન વિવાદ નથી, રાજકીય મુદ્દો પણ છે. તેનાથી ચૂંટણી પણ અસર પડશે. તેથી આ કેસની 2019 પછી સુનાવણી થવી જોઈએ. જોકે કોર્ટે આ દલીલને પાયાવિહોણી ગણાવી હતી.