ઓસ્ટ્રેલિયાની એકેડમીએ ‘દંગલ’ને બેસ્ટ એશિયન ફિલ્મ એવોર્ડ

ઓસ્ટ્રેલિયાની એકેડમીએ ‘દંગલ’ને બેસ્ટ એશિયન ફિલ્મ એવોર્ડ

નવી દિલ્હી: આમિરખાન સ્ટારર બ્લોક બસ્ટર ફિલ્મ ‘દંગલ’એ બુધવારે 7મી ઓસ્ટ્રેલિયન એકેડમી ઑફ સિનેમા એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (આક્ટા)માં બેસ્ટ એશિયન ફિલ્મનો એવોર્ડ જીત્યો. કેટગરીમાં વિજેતા નક્કી કરવા માટેની જ્યૂરીના સભ્ય, હિન્દી ફિલ્મોના પીઢ અભિનેત્રી શબાના આઝમીએ ટ્વીટ કર્યું હતું કે, ‘આક્ટા’માં ‘દંગલ’એ બેસ્ટ એશિયન ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. ‘દંગલ’ની ટીમને અભિનંદન. જ્યૂરીનું અધ્યક્ષપદ હૉલિવૂડ અભિનેતા રસેલ ક્રોએ સંભાળ્યું હતું. શબાનાએ રસેલ સાથેની એક તસવીર શૅર કરીને લખ્યું કે, ‘આ એક સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય હતો.’ આમિર ઉપરાંત ફાતિમા સના શેખ, સનાયા મલ્હોત્રા, ઝાયરા વસીમ, સાક્ષી તંવર અને સુહાની ભટનાગરને પણ ચમકાવતી ‘દંગલ’ કદાચ ભારતીય ફિલ્મ ઇતિહાસની એવી પહેલી ફિલ્મ છે કે જેની રિલીઝના મહિનાઓ પછી પણ વિદેશોમાં રીતે સરાહના કરાઇ રહી છે.