રોંગાલી બિહુ ફેસ્ટિવલ નિમિત્તે આસામના યુવક-યુવતીઓએ બિહુ ડાન્સ કરી ઉજવણી કરી

રોંગાલી બિહુ ફેસ્ટિવલ નિમિત્તે આસામના યુવક-યુવતીઓએ બિહુ ડાન્સ કરી ઉજવણી કરી

રોંગાલી બિહુ ફેસ્ટિવલ (આસામના લોકોનું નવું વર્ષ)ની શનિવારે થનારી ઉજવણીની પૂર્વસંધ્યાએ ગુવાહાટીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવક-યુવતીઓએ બિહુ ડાન્સ કરી ઉજવણી કરી હતી. વૈશાખી અને બિહુ બન્ને તહેવાર એક જ દિવસે મનાવાય છે અને વૈશાખીની જેમ બિહુના તહેવારમાં પણ ખેડૂતો પાકની સફળ લણણી માટે ઇશ્વરનો આભાર માને છે અને વસંતઋતુના આગમનને વધાવે છે.