આઝાદી બાદ પ્રથમવખત ભારત-પાકિસ્તાન સૈન્ય અભ્યાસમાં સામેલ થશે

આઝાદી બાદ પ્રથમવખત ભારત-પાકિસ્તાન સૈન્ય અભ્યાસમાં સામેલ થશે

ભારત અને પાકિસ્તાન એકસાથે સૈન્ય અભ્યાસ કરવા જઈ રહ્યાં છે. આ સૈન્ય અભ્યાસ શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ) હેઠળ જે ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં રશિયામાં યોજાશે. તેમાં ભારત, પાકિસ્તાન અને ચીન સાથે સંગઠનના પાંચ અન્ય સભ્ય દેશ પણ સામેલ થશે. એસસીઓ ચીનના વર્ચસ્વ હેઠળનું સંગઠન છે જેને હવે નાટોની તુલના કરી શકે તેવા સંગઠન તરીકે જોવાઈ રહ્યું છે. અધિકારીએ જણાવ્યું કે આ અભ્યાસનું આયોજન રશિયાના યુરાલ પર્વતીય વિસ્તારમાં કરવામાં આવ્યું છે. શાંતિ મિશનના આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનના દેશો વચ્ચે આંતકવાદનો સામનો કરવા સહયોગ વધારવાનો છે. સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણે ભારતના આ અભ્યાસમાં ભાગ લેવાની પુષ્ટી કરી હતી.