જયપુરમાં સામાન્ય વિવાદ બાદ હિંસામાં 1નું મોત, કર્ફ્યુ લદાયો, ઈન્ટરનેટ સેવા પણ બંધ

જયપુરમાં સામાન્ય વિવાદ બાદ હિંસામાં 1નું મોત, કર્ફ્યુ લદાયો, ઈન્ટરનેટ સેવા પણ બંધ

જયપુર: શહેરના રામગંજમાં શુક્રવારે કોન્સ્ટેબલ દ્વારા રિક્ષા હટાવવા દરમિયાન બાઈક ચાલક કપલને ડંડા માર્યા પછી લોકોને ભડકાવવામાં આવ્યા હતા. ભીડે એક પાવર હાઉસ સિવાય પોલીસના ચેતક વાહન અને એમ્બ્યુલન્સ સહિત 5 ગાડીઓને આગ લગાવી દીધી હતી અને 21 ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. ગુસ્સે થયેલી ભીડે રામગંજ પોલીસ સ્ટેશનમાં પણ ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે ટીયરગેસ સેલ છોડ્યા હતા અને હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
ઘટનામાં 8 પોલીસકર્મી ઘાયલ થયા છે જ્યારે ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. એક પોલીસ કર્મીની સ્થિતિ નાજુક માનવામાં આવે છે. મોડી રાતે 1 વાગે 4 વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. રાત્રે બે વાગે સમગ્ર શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.