લગ્નની નિશ્ચત વય વિના પુખ્ત યુગલ લિવ ઇનમાં રહી શકશે: સુપ્રીમ

લગ્નની નિશ્ચત વય વિના પુખ્ત યુગલ લિવ ઇનમાં રહી શકશે: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્નની ઉંમર ન હોવા છતાં પુખ્ત વયના યુવક-યુવતી લિવ ઇનમાં રહી શકે છે. 21 વર્ષથી ઓછી ઉંમરના એક યુવકના લગ્ન રદ કરવાના કેરળ હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. કેરળના નંદકુમાર અને તુષારાએ ગત વર્ષે 12 એપ્રિલે લગ્ન કર્યા હતા. તે સમયે યુવતી 19 વર્ષની અને યુવક 20 વર્ષનો હતો. હાઇકોર્ટે લગ્ન રદ કરી તુષારાની કસ્ટડી તેના માતા-પિતાને સોંપતાં કહ્યું કે યુવકની ઉંમર 21 વર્ષથી ઓછી છે. નંદકુમાર 30 મેએ 21 વર્ષનો થશે. લગ્ન માટે કાયદાનુસાર યુવતીની ઉંમર 18 અને યુવકની 21 વર્ષ હોવી જરૂરી છે. જસ્ટિસ એ. કે. સિકરી અને અશોક ભૂષણની બેન્ચે કહ્યું, 'માત્ર 21 વર્ષથી ઓછી ઉંમરના આધાર પર કોઇના લગ્ન રદ ન કરી શકાય.