ટાંકીમાં ગૂંગળામણથી 6ના મોત

ટાંકીમાં ગૂંગળામણથી 6ના મોત

વહેલી સવારે બિહારમાં 6 લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. પૂર્વી ચંપારણના જીતપુર પંચાયતના બેલા જીતપુર ગામમાં ગુરૂવારે સવારે એક શૌચાલયની ટાંકીમાં ગુંગળામણને કારણે એક જ પરિવારમાં છ લોકોના મોતથી વહીવટીતંત્રમાં દોડધામ મચી છે. ઘટનાસ્થળ પર જ ચાર લોકોના મોત થયા હતાં. જ્યારે બે લોકોને સારવાર માટે લઈ ગયા બાદ છૌડાદાનો પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં તેમના મોત થયા હતાં.

બેલા જીતપુર નિવાસી દિનેશ મહતોના ઘરમાં શૌચાલયની નવી ટાંકી બની હતી. ગુરૂવારે સવારે તેમનો પુત્ર મોહન મહતો (રાજ મિસ્ત્રી) ટાંકીની છત પરથી શટરિંગ ખોલ્યા બાદ ટાંકીની અંદર ગયો હતો. પરંતુ ટાંકીની અંદર ગયા બાદ 10 મિનિટ થયા બાદ પણ તે બહાર આવ્યો નહીં. પુત્ર મોહન બહાર ના આવતા પિતા દિનેશ પણ ટાંકીની અંદર ગયા હતા, પરંતુ તેઓ પણ ફસાઈ ગયા હતાં.

બંને જ્યારે બહાર ના આવ્યા તો દિનેશની પત્ની, પુત્ર પતિને જોવા માટે ગઈ હતી અને તે પણ ટાંકીની અંદર લાગેલી સીડીથી અંદર ગઈ હતી અને તે પણ ફસાઈ ગઈ હતી. પછી દિનેશનો બીજો પુત્ર બસંતકુમાર પણ માતા-પિતા અને ભાઈને જોવા ગયો હતો. આ ચાર જ્યારે પરત ફર્યા નહીં ત્યારે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ. થોડી મિનિમાં દિનેશનો પિતરાઈ ભાઈ પન્નાલાલ મહતોનો પુત્ર સચિન અને પાડોશી સરપંચનો પુત્ર સરોજ મુખિયા ટાંકીની અંદર ગયા.

એક પછી એક એમ બધા સમજ્યા વિના ટાંકીની અંદર ઉતરી ગયા અને પછી ગુંગળામણને કારણે બધા મૂંઝાવા લાગ્યા અને અંતે મોતને ભેટ્યાં. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બે લોકોના મોત નિપજ્યાં.