ગોરખપુર બાદ ફર્રુખાબાદમાં ઓક્સિજન-દવાના અભાવે 49 બાળકોના મોત

ગોરખપુર બાદ ફર્રુખાબાદમાં ઓક્સિજન-દવાના અભાવે 49 બાળકોના મોત

ફર્રુખાબાદઃ ઉત્તરપ્રદેશના ગોરખપુર બાદ ફર્રુખાબાદમાં પણ 49 બાળકોના દવા-ઓક્સિજનના અભાવે મોત થયા છે.
ફર્રુખાબાદના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 30 દિવસમાં 49 બાળકોના મોતથી જિલ્લા તંત્ર હચમચી ગયું છે. જેની
તપાસમાં બેદરકારી અને સારવારના અભાવના કારણે બાળકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કલેક્ટર રવિન્દ્ર
કુમારે કેસની તપાસ માટે 30 ઓગસ્ટે ટીમ બનાવી હતી અને 3 દિવસમાં રિપોર્ટ ફાઈલ કરવાની હતી. ફર્રુખાબાદની રામ
મનોહર લોહિયા હોસ્પિટલમાં 20 જુલાઈથી લઈને 21 ઓગસ્ટ સુધીમાં 49 બાળકોના મોત થયા છે. જેમાં 19 બાળકોના
મોત ડિલીવરી દરમિયાન જ થઈ ગયા છે જ્યારે 30 બાળકોના મોત ન્યૂ બોર્ન કેર યૂનિટમાં સારવાર દરમિયાન થયા છે.
આ ઘટનામાં તપાસ ટીમમાં એસડીએમ, સીટી મેજિસ્ટ્રેટ અને કલેક્ટર પણ હતા. તેમની તપાસમાં સામે આવ્યું કે, મોટા
ભાગના બાળકોના મોત ઓક્સિજન અને દવાના અભાવે થયા છે. જિલ્લાના મેડિકલ ઓફિસર્સ અને કલેક્ટર સહિત
તમામ ઓફિસરોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. સિટી મેજિસ્ટ્રેટ અને આ મામલે તપાસ ટીમના સભ્ય જૈનેન્દ્ર જૈને
કોતવાલીમાં ફરિયાદ કરીને એફઆઈઆર નોંધાવી છે. તપાસમાં કહેવાયું છે કે, હોસ્પિટલમાં ઓક્સિજન અને દવાઓની
અછત હતી તે ઉપરાંત ડોક્ટર્સ દ્વારા બેદરકારીના કારણે તેમના મોત થયા છે.