ઝુપડપટ્ટીમાં રહેતા રોહિંગ્યા શરણાર્થી પાસેથી મળ્યા 30 લાખ

ઝુપડપટ્ટીમાં રહેતા રોહિંગ્યા શરણાર્થી પાસેથી મળ્યા 30 લાખ

બાંગ્લાદેશી ઘૂસણખોરો બાદ ભારત માટે બર્મા સરહદેથી ભારતમાં ઘૂસી આવેલા રોહિંગ્યા મુસ્લિમો માથાનો દુખાવો બની રહ્યા છે.જમ્મુના કેટલાક વિસ્તારોમાં હજારોની સંખ્યામાં રોહિંગ્યા વસી ગયા છે.

ઝુપડા બનાવીને રહેતા રોહિંગ્યાઓ પર દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવાની શંકાઓ વ્યક્ત થતી રહી છે. આ શંકાને સમર્થન મળે તેવી એક ઘટનામાં રોહિંગ્યાઓની વસ્તીમાં એક ઝુપડીમાંથી પોલીસને રોકડા 30 લાખ મળી આવ્યા છે.

આટલી મોટી રકમ તેમની પાસે ક્યાંથી આવી અને તેનો શું ઉપયોગ થવાનો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. આ મામલામાં પોલીસે ઈસ્માઈલ અને નૂર આલમ નામના બે યુવાઓની ધરપકડ કરી છે. પોલીસને તેમની ઝુપડીમાં કચરાના ઢગલા નીચે છુપાવેલી રોકડ રકમ મળી હતી.

બંને યુવકો વગર પાસપોર્ટે ભારતમાં ઘૂસ્યા હતા.છેલ્લા 6 વર્ષથી તેઓ જમ્મુમાં રહે છે. આતંકવાદી પ્રવૃત્તિ માટે આ રકમનો ઉપયોગ થવાનો હતો કે કેમ તેની પણ શંકા છે.

આ પહેલા પણ સંખ્યાબંધ રાજકીય પાર્ટીઓ રોહિંગ્યાઓને ભારતમાંથી બહાર કાઢવાની માંગણી કરી ચુકી છે.