કેરળ: વરદસાદ અને ભૂસ્ખલનથી 26નાં મોત, 26 વર્ષે પહેલીવાર એશિયાના સૌથી મોટા જળાશયનો દરવાજો ખોલવો પડ્યો

કેરળ: વરદસાદ અને ભૂસ્ખલનથી 26નાં મોત, 26 વર્ષે પહેલીવાર એશિયાના સૌથી મોટા જળાશયનો દરવાજો ખોલવો પડ્યો

કેરળમા ભારે વરસાદને કારણે તબાહી ફેલાવી છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ અને ભૂસ્ખલનથી 26 લોકોના મોત નિપજ્યા છે, જેમાંથી 11 ઇડુક્કી જિલ્લાના છે. કાટમાળ નીચેથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હજુ ઘણા લોકો કાટમાળ તળે દબાયા હોવાના અહેવાલ છે. તંત્રએ રેડ એલર્ટ જારી કર્યું છે. બચાવકાર્યમાં એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મી, નેવી અને કોસ્ટગાર્ડના જવાનોને તૈનાત કરાયા છે. એનડીઆરએફની 4 ટીમ તૈનાત કરાઇ છે. દરેક ટીમમાં 45 જવાન છે. કેન્દ્રએ પણ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એક ટીમ મોકલી છે. અતિ ભારે વરસાદથી રાજ્યના 78માંથી 22 ડેમ છલકાયા છે. તેમના ગેટ ખોલવા પડ્યા છે. 26 વર્ષમાં પહેલી વાર એશિયાના સૌથી મોટા જળાશય ચેરુથોની ડેમના ઇડુક્કી બંધ તરફનો એક ગેટ ખોલવામાં આવ્યો છે. ગુરુવારે સવારે અંદાજે 50 સે.મી. પાણી ચેરુથોની નદીમાં છોડાયું છે. આ અગાઉ આ ડેમ 1992માં ખોલાયો હતો.