મહારાષ્ટ્રમાં પૂણે- બેંગ્લુરુ હાઈવે પર અકસ્માતમાં 6 મહિલા સહિત 18 ના મોત નિપજ્યાં

મહારાષ્ટ્રમાં પૂણે- બેંગ્લુરુ હાઈવે પર અકસ્માતમાં 6 મહિલા સહિત 18 ના મોત નિપજ્યાં

મુંબઇ: સાતારાથી પુણે તરફ મજૂરોને લઈને નીકળેલા એક ટેમ્પોને ભીષણ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 18 મજૂરનાં મોત થયાં હતાં, જ્યારે 13 ઘાયલ થયા હતાં. મૃતકોમાં 6 મહિલા, 2 નાના બાળકો અને 10 પુરુષોનો સમાવેશ થાય છે. ખંબાટકી ઘાટ પાર કર્યા પછી ખંડાળાના બોગદા નજીક એક જોખમી વળાંક પર ચાલક નિયંત્રણ ગુમાવતા ટેમ્પો રસ્તા પર પલટી મારી ગયો હતો. મંગળવારે સવારે 6 વાગ્યે આ દુર્ઘટના બની હતી. કર્ણાટકના શિરવળ એમઆઈડીસીમાં મજૂરોને લઈને જતા ટેમ્પોને આ અકસ્માત નડ્યો હતો.