ચાર હાથ ચાર પગ

ચાર હાથ ચાર પગ

મુરાદાબાદનાં સિવિલ લાઇન્સ વિસ્તારમાં ફરજાન નર્સિંગ હોમમાં પિંકી નામની મહીલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. તેના જન્મ બાદ હોસ્પિટલમાં નવજાત બાળકને જોવા માટે લોકોની ભીડ જામી થઇ ગઇ હતી. જોકે, આ બાળક બહુ લાંબુ જીવી શક્યો નહતો. વધતી ભીડ જોઇને કોઈપણ મુશ્કેલીને ટાળવા માટે બાળકના પિતા રાજેશએ અંતિમક્રિયા કરવાનું વિચાર્યું હતું. રાજેશે જણાવ્યું હતું કે તેમને ડૉક્ટર કહ્યા મુજબ બે વાર પોતાની પત્નીનુ અલ્ટ્રાસાઉન્ડ કર્યુ હતુ, પરંતુ તે છતાં તેના બાળકની ચોક્કસ સ્થિતિની ખબર પડી શકી નહતી.

નર્સિંગ હોમ એક બાળક નો જન્મ થયો. જેને જોવા માટે અચાનક જ દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. કેટલાક તો તેના આશીર્વાદ પણ લેવા લાગ્યા. કારણ પણ તેવું જ હતું કે જેથી કરીને લોકોને આ બાળક કંઇક ખાસ લાગે. આ બાળકને ચાર હાથ, ચાર પગ અને એક માથું હતું.