જમીનની  મુદ્દે કાકા-ભત્રીજા વચ્ચે મારામારી

જમીનની  મુદ્દે કાકા-ભત્રીજા વચ્ચે મારામારી

બીલીમોરા નજીક વણગામ મંદિર ફળિયામાં રહેતા પંકજ મનુભાઇ પટેલ આજે સવારે તેમના ઘરઆંગણાનો કચરો વાળીને સળાવ્યો હતો. તે વખતે તેના કાકા ઠાકોરભાઇ ભુલાભાઇ પટેલે તેને  કહ્યું કે, મારી હદમાં કેમ કચરો સળગાવે છે? એમ કહીને બોલાચાલી કરતાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં વાત વણસતા મારામારી થઇ હતી. જેમાં છટકા ઉછળતાં ઠાકોરભાઇનાં કપાળે ઇજા થઇ હતી. જ્યારે પંકજના ડાબે હાથે કપાઇ જવા પામ્યું હતું. આ મારામારી જોઇને બન્ને પરિવારોના લોકો દોડી આવ્યા હતાં અને બંનેને છોડાવ્યા હતા અને સારવાર માટે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.

આ બાબતે પંકજ મનુભાઇ પટેલે બીલીમોરા પોલીસમાં તેના કાકા ઠાકોરભાઇ ભુલાભાઇ પટેલ સામે ફરિયાદ આપી હતી.