પ્રિયંકા સાથેની સગાઈ નિકે કરી કન્ફોર્મ, કહ્યું, હવે પરિવાર આગળ વધારવો છે

પ્રિયંકા સાથેની સગાઈ નિકે કરી કન્ફોર્મ, કહ્યું, હવે પરિવાર આગળ વધારવો છે

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથે તેના સંબંધોને લઇને ચર્ચામાં છે. પ્રિયંકા અને નિક છેલ્લા ઘણા સમયથી સાથે નજર આવી રહ્યા છે, પરંતુ જ્યારે પણ તેમની રિલેશનશિપ અથવા એન્ગેજમેન્ટને લઇને પ્રિયંકાને પ્રશ્ન કરવામાં આવે છે તો તે આ વિશે જવાબ આપવાનું ટાળે છે. તાજેતરમાં જ એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ્યારે બીજી વાર તેને આ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો તે ગુસ્સે થઈ ગઈ હતી. તેણે કહ્યું હતુ, “હું કોઈ ચૂંટણી નથી લડી રહી. આ મારી જિંદગી છે અને હું આ માટે કોઇને પણ જવાબ આપવા બંધાયેલી નથી.”

જો કે પ્રિયંકાથી વિપરીત નિકને આ વિશે પુછવામાં આવ્યું તો તેનો જવાબ ચોંકાવનારો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર જ્યારે નિકને પ્રિયંકા સાથેની સગાઈ પર અભિનંદન પાઠવવામાં આવ્યા તો તેણે ‘આભાર’ કહ્યું હતુ. આ જવાબને પ્રિયંકાની સગાઈ તેની સાથે થઇ હોવાની પુષ્ટી માનવામાં આવે છે. આ ઉપરાંત નિકે કહ્યું કે, “મારો પોતાનો પરિવાર બનાવવો એ મારુ લક્ષ્ય છે. આ એક એવી ચીજ છે જે હું ઇચ્છુ છું કે હવે થાય.” આ સાથે નિકે કહ્યું કે લગ્નની તારીખને લઇને તે અત્યારે કશું જ ના કહી શકે. તેણે કહ્યું, “હું તેનો ચોક્કસ સમય તો ના જણાવી શકુ.”

આ પહેલા પ્રિયંકાએ અલી અબ્બાસ ઝફરની સલમાન ખાન સાથેની ફિલ્મ છોડી ત્યારે અલીએ ટ્વિટ કર્યું હતુ કે, ‘Priyanka Told Us in The Nick Of Time.’