એક્ટ્રેસ પર સરકારે મુક્યો 1 વર્ષનો પ્રતિબંધ

એક્ટ્રેસ પર સરકારે મુક્યો 1 વર્ષનો પ્રતિબંધ

સંસ્કૃતિ મંત્રાલયે લીધો નિર્ણય 24 વર્ષની ડેની નૉનને કંબોડિયાની કલ્ચર અને આર્ટ મિનિસ્ટ્રિએ બંધારણના ઉલ્લંઘન બદલ બેન કરી છે. મંત્રાયલ અનુસાર, તે કંઇક વધારે જ સેક્સી છે અને વધારે પડતું અંગ પ્રદર્શન કરે છે, જે દેશ માટે યોગ્ય નથી.

આ નિર્ણયથી નારાજ છે નૉનએક્ટ્રેસ ડેની નૉન કલ્ચર એન્ડ આર્ટ મિનિસ્ટ્રિના આ નિર્ણયથી અત્યંત નારાજ છે. તેણે કહ્યું કે, મારે શું પહેરવું અને શું નહીં એ અંગે હું જાતે નિર્ણય લઇ શકું છું. કેટલાક લોકો મારી આઝાદીનો સ્વીકાર કરવા નથી માંગતા.

મિનિસ્ટ્રીએ આપી હતી સૂચના 

નૉને સાથે એ પણ જણાવ્યું કે, આર્ટ એન્ડ કલ્ચર મિનિસ્ટ્રીના લોકોએ આ મામલે મને મળવા બોલાવી હતી તથા શું પહેરવું અને શું નહીં એ જણાવ્યું હતું. પરંતુ મારું માનવું છે કે, કપડાની પસંદી એ ખૂબ જ વ્યક્તિગત મામલો છે.