વાસણામાં શંકરદાદાના મંદિરમાં કોર્પોરેશને તોડફોડ કરતા લોકોમાં આક્રોશ

વાસણામાં શંકરદાદાના મંદિરમાં કોર્પોરેશને તોડફોડ કરતા લોકોમાં આક્રોશ

અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા વાસણામાં આજે બપોરે શંકર ભગવાનના મંદિરમાં જઈને કોર્પોરેશનના અધિકારીઓએ તોડફોડ કરતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે પાલડી nid રોડ પર આવેલા સ્કોટ ભવનની બાજુમાં જ શંકર ભગવાનનું મંદિર આવેલું છે. આ વિસ્તારના ભાજપના આગેવાનો જણાવે છે કે, 1995 થી આ મંદિર આવેલું છે. આ વિસ્તારના નાગરિકો ખૂબ જ શ્રદ્ધા પૂર્વક મંદિરમાં આવી પૂજા અર્ચના કરે છે. આ મંદિરને કારણે ટ્રાફિક ને કોઈ સમસ્યા થતી નથી આ મંદિર કોઈ રીતે કોઈને પણ અડચણરૂપ નથી. વરસાદના સમયમાં ઉપરથી પાણી ન પડે તે માટે શ્રદ્ધાળુઓએ મંદિરની ઉપર પતરા નો શેડ બનાવ્યો હતો. આજે કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના અધિકારીઓ એકાએક જ બુલડોઝર અને લોખંડના હથોડા લઈને આવી ગયા હતા તેમજ પતરા નો શેડ તોડી નાખ્યો હતો અને મંદિરમાં પણ આડેધડ રીતે તોડફોડ કરી છે ત્યારબાદ કોર્પોરેશનની ટીમ તૂરત જ નીકળી ગઈ હતી.

બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં જ ભાજપના આગેવાનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરના સ્થળે એકઠા થયા હતા એલિસબ્રિજ ના ધારાસભ્ય રાકેશ શાહની સાથે કમિશનરને રજૂઆત કરનારા ભાજપના પૂર્વ કોર્પોરેટર દિપક ભટ્ટ અને પાલડીના યુવા કાર્યકર હેમલ રાઠોડ ખુબજ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે, કોર્પોરેશનના TDO ખાતાના અધિકારીઓ ભ્રષ્ટ છે. તાજેતરમાં જ પાલડી ભઠ્ઠા પાસે એક મસ્જિદ બની ગઈ છે. મંજૂરી ન હોવા છતાં બે માળની મસ્જિદ બનાવી દેવાય છે. તેઓનું કહેવું છે કે અમને મુસ્લિમોની મસ્જિદ કે તેના ધાર્મિક સ્થળો સામે કોઈ જ વિરોધ નથી. પરંતુ નિયમ બધા માટે સરખા હોવા જોઇએ કહેવાતી હિન્દુવાદી સરકાર ની અંદર જ અડચણરૂપ હોવા છતાં મંદિર પર હથોડા માં આવે છે અને ગેરકાયદેસર બની રહેલી મસ્જિદ સામે કોઇ કાર્યવાહી કરાતી નથી કમિશનર સમક્ષ પણ ટોળા દ્વારા આ પ્રકારની રજૂઆત કરાય છે. ભાજપના ધારાસભ્ય સહિતના કોર્પોરેટરો તથા આગેવાનો ને સાંભળ્યા બાદ કમિશનરે ખાતરી આપી છે કે જે જગ્યાએ થઈ છે ત્યાં સુધી તમને મંદિર બનાવાશે.