વિશ્વનાથ મંદિર-મસ્જિદ કેસની આજે અલ્હાબાદ કોર્ટમાં સુનાવણી

વિશ્વનાથ મંદિર-મસ્જિદ કેસની આજે અલ્હાબાદ કોર્ટમાં સુનાવણી

જસ્ટિસ સંગીતા ચંદ્રાની કોર્ટ આ મામલે સુનાવણી કરશે. સુન્ની સેન્ટ્રલ બોર્ડે વિશ્વાનાથ મંદિર ટ્રસ્ટ અને અંજુમન ઇસ્લામિયા વારાણસી વચ્ચેની ટ્રાયલમાં 1947ની સ્થિતિ પુનર્સ્થાપિત કરવા માટે તેમજ એક અંશ જ મસ્જિદ રાખવા માટે, બાકીનું મંદિરના ઉપયોગ માટે એડીજે વારાણસીના 23 સપ્ટેમ્બર 1998 અને 10 ઑક્ટોબર 1997ના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો છે. 

શું છે મંદિર-મસ્જિદ વિવાદ?

15 ઑક્ટોબર, 1991ના રોજ શ્રી કાશી વિશ્વેશ્વર મુક્તિ સંઘર્ષ સમિતિ, જ્ઞાનવાપી વારાણસી તથા પ્રાચીન મંદિરના પુજારી પં. સોમનાથ ભટ્ટે સ્વયંભૂ ભગવાન વિશ્વેશ્વરના પ્રતિનિધિના રૂપમાં ન્યાયાલય સિવિલ જજ, વારાણસીમાં કેસ દાખલ કર્યો હતો. ટ્રાયલની પ્રક્રિયા વચ્ચે યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને પણ પક્ષકાર બનાવી દેવામાં આવ્યા વર્ષ 1991થી વર્ષ 1998 વચ્ચે આ ટ્રાયલમાં અલગ અલગ મુદ્દાઓ પર બંને પક્ષોએ પુરાવા રજૂ કર્યા.