સ્વામીનારાયણ મંદિર-ભારાસર ઘનશ્યામ મહારાજ સુર્વણ મહોત્સવ

સ્વામીનારાયણ મંદિર-ભારાસર ઘનશ્યામ મહારાજ સુર્વણ મહોત્સવ

ભારાસર ઘનશ્યામ મહારાજ સુર્વણ મહોત્સવ અંતર્ગત આચાર્ય પુરૃષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારજની અધ્યક્ષતામાં મહોત્સવના ચોથા દિવસે નગરયાત્રા નીકળી હતી. સંતવૃદ માટે બે વાહનો સુશોભિત, બે ગામઠી બળદ ગાડામાં સંતવૃંદ બિરાજમાન, અમેરિકા, લંડન, બોલ્ટન, નાઇરોબી અને ભારત આમ પાંચ દેશોના સ્કોટીશ પાઇપ બેન્ડ જે વિશ્વ શાંતિની ધુન રેલાવતું હતું. સાથે ભજન મંડળીઓ, કિર્તન ગાતા હરિભકતોનો સમુહ, વિવિધ નૃત્ય કરતી બાલિકાઓ, કળશધારી બહેનો, ધોડેસવાર વગેરે યોજાયેલ. આ ઐતિહાસિક વિશ્વશાંતિની નગરયાત્રામાં દેશ ઉપરાંત અમેરિકા, લંડન, બોલ્ટન, નાઇરોબી, ઓસ્ટ્રેલિયા, દુબઇ, આફ્રિકાના હરિભકતોએ ભાગ લીધો હતો.