ઉંઝામાં નિકળી મા ઉમિયાની નગરયાત્રા

ઉંઝામાં નિકળી મા ઉમિયાની નગરયાત્રા

આ નગરયાત્રામાં જેમાં હાથી,ઘોડા, બગીઓ સહિ‌ત મોટી સંખ્યામાં કડવા પાટીદાર સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યા માં જોડાયા હતા. આ નગરયાત્રા સમગ્ર ઉંઝા શહેરમાં ફરી હતી. ધોમધખતા તાપમાં પણ લોકોનો ઉત્સાહ અવિસ્મરણિય હતો.

બુધવારે માની નગરયાત્રા નીકળવાની હોઈ ઊંઝા વાસીઓએ ઠેરઠેર માતાજીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરી હતી ભવ્ય ચાંદીના રથમાં બિરાજેલાં માતાજીની સવારી સવારે 8-30 વાગે નિજ મંદિરેથી નીકળી હતી. જેમાં હાથી, ઘોડા,બગીઓ, સ્કૂટર સવાર, ટેબ્લો, બેન્ડવાજાં, ધ્વજપતાકા, જોકર, એર આઈટમ, આદિવાસી નૃત્ય, રાસમંડળી, ખડકવાડી, ભજન મંડળીઓ સહિ‌ત મોટી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા.