કેરળના વિષ્ણુ મંદિરમાં યોજાઈ ઈફ્તાર પાર્ટી

કેરળના વિષ્ણુ મંદિરમાં યોજાઈ ઈફ્તાર પાર્ટી

લક્ષ્મી નરસિમ્હા મુર્થી વિષ્ણુ મંદિરમાં યોજવામાં આવેલી ઈફ્તાર પાર્ટીમાં 400 લોકોએ ભાગ લીધો હતો. 300 મુસ્લિમો અને 100 લોકો બીજા ધર્મના હતા.

જો કે મંદિરમાં ઈફ્તારપાર્ટી યોજાઈ હતી એટલે માત્ર શાકાહારી ભોજન જ પીરસાયુ હતુ જેમાં કેરળની સ્પેશ્યલ ડીશ પણ પીરસવામાં આવી હતી.

આ કાર્યક્રમનું આયોજન કરનાર મંદિર પ્રશાસનનું કહેવુ છે કે આપણે આપણા ધર્મને માનવો જ જોઈએ પરંતુ વિધર્મીના ધર્મને પણ સન્માન આપવું જોઈએ.