જૂનાગઢઃ 25 જેટલા દલિતોએ હિન્દુ ધર્મ છોડી અપનાવ્યો બૌધ્ધ ધર્મ

જૂનાગઢઃ 25 જેટલા દલિતોએ હિન્દુ ધર્મ છોડી અપનાવ્યો બૌધ્ધ ધર્મ

જૂનાગઢમાં 25 જેટલા દલિતોએ હિન્દુ ધર્મ છોડીને બૌધ્ધ ધર્મ અંપનાવ્યો છે. જુનાગઢમાં આ મુદ્દો આજે ચર્ચાનો વિષય બન્યો હતો.જૂનાગઢના અદિતિ નગરમાં રહેતા આ પરિવારોએ ધર્મ પરિવર્તન કરતા પહેલા કલેક્ટરની પરવાનગી પણ લીધી હતી.તેમને એક સમારોહમાં બૌધ્ધ ધર્મ અંગિકાર કરાવવામાં આવ્યો હતો.

બૌધ્ધ ધર્મ અપનાવનારા લોકો પૈકીના એકનુ કહેવુ હતુ કે અમે કોઈના દબાણમાં આવીને નિર્ણય નથી લીધો.અમે બાબા સાહેબ આંબેડકરના વિચારોથી પ્રેરાઈને બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો છે.જેથી શ્રેષ્ઠ સમાજનુ નિર્માણ થઈ શકે.