ચારધામ યાત્રા શરૂ  ને 17 શ્રદ્ધાળુઓના મોત

ચારધામ યાત્રા શરૂ  ને 17 શ્રદ્ધાળુઓના મોત

કેદારનાથની યાત્રા માટે લગભગ 18 કિલોમીટરની યાત્રા પગપાળ ચાલીને કરવી પડે છે. કેદારનાથ યાત્રા માર્ગ પર અત્યાર સુધી 8 શ્રદ્ધાળુઓનું નિધન થયું છે. જેમાં બદ્રીનાથ માર્ગમાં 3, ગંગોત્રી-જમનોત્રી માર્ગ પર 5 શ્રદ્ધાળુઓનું નિધન થયુ છે.
સ્વાસ્થ્ય વિભાગના નોડલ ઓફિસર ડો.તૃપ્તિ બહુગુણાએ જણાવ્યું કે, 17મેના રોજ એક મુસાફરનું મૃત્યુ માથા પર ઈજા થવાથી થયું હતું. બાકીના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મૃતકોમાં 10 પુરુષ અને 9 મહિલાઓ છે. મૃતકોમાં સૌથી વધુ લોકો રાજસ્થાન, કેરળ, ગુજરાત અને મહારાષ્ટ્રના છે. આ આંકડો ચિંતાજનક છે. અત્યાર સુધી માત્ર 20 જ દિવસ થયા છે અને 17 મુસાફરોના મોત થઈ ચૂક્યા છે. સરકારે ગત વર્ષની તકલીફોને ધ્યાનમાં રાખીને આ વર્ષે વધુ સારી સુવિધા મૂકી છે, તેમ છતા શ્રદ્ધાળુઓના મોત થઈ રહ્યા છે.

શ્રદ્ધાળુઓની સંખ્યા વધી
આ વર્ષે ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ઉત્તરાખંડની સરકારે બુધવારે જણાવ્યું કે, 2017માં પહેલા 10 દિવસોમા બદ્રીનાથ-કેદારનાથ મંદિરોમાં 2.12 લાખ મુસાફરો પહોંચી ચૂક્યા છે. જેમાં 1,23,285 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ અને 97,815 મુસાફરો કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે