24 કલાકમાં સ્વાઇન ફ્લૂના લીધે 2ના મોત,

24 કલાકમાં સ્વાઇન ફ્લૂના લીધે 2ના મોત,

 ઉનાળામાં સ્વાઇન ફ્લૂ વકર્યો છે. રાજકોટમાં 43 ડિગ્રી જેટલું તાપમાન હોવા છતાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહેતા તંત્રમાં દોડઘામ મચી ગઇ છે. છેલ્લાં ચોવીસ કલાકમાં બે વ્યક્તિના સ્વાઇન ફ્લૂના લીધે મોત થયું છે. આ બંને મૃતકના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. હાલ 10થી પણ વધુ દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે.

2017થી અત્યાર સુધીમાં કુલ 17 લોકો સ્વાઇનફ્લૂના લીધે મોતને ભેટ્યા છે. ગઇકાલે રાજકોટની મહિલાનું સ્વાઇનફ્લૂના લીધે મોત નીપજ્યું હતું. ત્યારે ગત મોડી રાત્રે જામનગર પંથકના આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સિવિલનાના સ્વાઇન ફ્લુ વિભાગમાંથી જાણવા મળ્યું છે.

સામાન્ય રીતે કહેવાય છે કે સ્વાઇન ફ્લૂ ઠંડીમાં વકરતો રોગ છે. પરંતુ અત્યારે તો ભર ઉનાળે સ્વાઇનફ્લૂ વકર્યો છે. આ અંગે ડૉક્ટર્સનું કહેવું છે કે હવે આ સીઝનલ થઇ ગયો છે.સોર્સ સંદેશ ન્યૂઝ