દેશભરના ડૉક્ટરોની પ્રતિક હડતાળ

દેશભરના ડૉક્ટરોની પ્રતિક હડતાળ

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા વારંવાર રજૂઆત છતાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોઇ હકારાત્મક પ્રતિસાદ નહીં અપાતા ગુજરાત સહિત દેશના તમામ ડોક્ટરોએ પ્રતિક હડતાળ ઉપર ઊતરવાની જાહેરાત કરી છે.  આ ઉપરાંત દેશના પ્રત્યેક ડોક્ટર 'પેન ડાઉન સ્ટ્રાઇક'  એટલે કે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન કોઇ જ પ્રીસ્ક્રિપ્શન લખશે નહીં. ભારતના દરેક ડોક્ટરો ડિજીટલ પીટિશન પર પણ હસ્તાક્ષર કરવાના છે.
ભારતભરમાંથી ૬ હજાર કરતા વધુ ડોક્ટર, તબીબ, વિદ્યાર્થીઓ ૬ જૂને ચાલો દિલ્હી કાર્યક્રમના ભાગરૃપે નવી દિલ્હી-રાજઘાટ ખાતે એકત્ર થશે. આ રેલી ત્યાંથી ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ પહોંચી મહાસભામાં પરિવર્તિત થશે.  ગુજરાતમાંથી ૨૫૦ જેટલા ડોક્ટરો, તબીબી વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચવાના છે. '

આઇ.એમ.એ.ની એક દવા-એક કંપની-એક કિંમત, ડોક્ટરોનું રજીસ્ટ્રેશન, ક્રોસપથીનો વિરોધ, ડોક્ટરો-હોસ્પિટલના કર્મચારીઓ પરના હુમલાના કિસ્સામાં કડક કેન્દ્રિય કાયદા  અને તબીબી વ્યવસ્થાની એક જ જગ્યાએ કાર્યવાહી થાય તેવી રચના સહિતની વિવિધ માગણી છે