મહિલાનું સ્વાઇન ફ્લૂથી થયું મોત

મહિલાનું સ્વાઇન ફ્લૂથી થયું મોત

સ્વાઈન ફલૂની ગંભીર બિમારીએ દેખા દીધી છે. ત્યારે રાજકોટમાં સારવાર લઈ રહેલા ઉપલેટાના ખારચીયા ગામના વૃધ્ધાએ આજે સવારે ચાલુ સારવારમાં દમ તોડતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર સઘન કરવામાં આવી હતી. પરંતુ તે સારવાર કારગત નિવડી ન હતી. વધુ એક સ્વાઈન ફલૂના પોઝિટીવ દર્દીના મોતથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે