ઝેરી ગેસથી પ્રદુષણ ફેલાતા નાગરિકોની સ્થિતિ કફોડી

ઝેરી ગેસથી પ્રદુષણ ફેલાતા નાગરિકોની સ્થિતિ કફોડી

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના લાગતાવળગતા સત્તાવાળાઓ દ્વારા ત્રણ અઠવાડિયાથી કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જેના કારણે માતર ઉપરાંત આસપાસના ગામો પણ પ્રદૂષણનાભરડામાં આવી ગયા છે. 

     આખરે આ પ્રશ્ને નડિયાદખાતે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી તાત્કાલિક અસરથી ઝેરી પ્રદૂષણને ફેલાતું અટકાવવાની માંગ કરવામાં આવી છે. માતરમાંજી.આઈ.ડી.સી.ની ફેકટરીઓ દ્વારા છેલ્લા ર૧ દિવસ ઉપરાંતથી ઝેરી ગેસ ઓકવામાં આવતો હોવાથી ભયાનક પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદ સ્થાનિક નાગરિકો કરી ચૂક્યા છે.