હેલ્થ બાદ ઈજનેર વિભાગમાં ફેરફાર : નવા હુકમ જારી થયા

હેલ્થ બાદ ઈજનેર વિભાગમાં ફેરફાર : નવા હુકમ જારી થયા

પૂર્વ કમિશનર ડી.તારાનું સ્થાન સંભાળનારા મુકેશ કુમાર દ્વારા હેલ્થ વિભાગમાં સાગમટે બદલી કરવામાં આવ્યા બાદ સૌથી વધુ જેની સામે વ્યાપક ફરીયાદો છેલ્લા થોડા વર્ષોમાં ઉઠવા પામી છે.તેવા ઈજનેર વિભાગમાં ધરમૂળથી ફેરફાર કરવાના આદેશ કરતા ઈજનેર વિભાગમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે.કમિશનરે આસીસ્ટન્ટ સીટી ઈજનેરની ૧૦ જગ્યાઓ સહીત કુલ ૨૧ જગ્યા ઉપર ટેકનીકલ સુપરવાઈઝરોને બઢતી આપવા સાથે બદલીના આદેશ કર્યા છે.આ અંગે મળતી માહીતી અનુસાર,મ્યુનિસિપલ કમિશનરે ૧૭ માર્ચના રોજ ડેપ્યુટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવાની સાથે હેલ્થ વિભાગમાં કુલ ૩૧ કર્મચારીઓની બદલી કરી હતી.જે પછી ઈજનેર વિભાગ કે જેની સામે છેલ્લા કેટલાક સમયથી મ્યુનિસિપલ કમિશનરને પોલ્યુશન અંગેની ફરીયાદો હલ નહીં કરવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદો મળી હતી.જેના આધારે મ્યુનિસિપલ કમિશનરે સતત બીજા દિવસે બદલી અને બઢતીનો દોર જારી રાખવાની સાથે ઈજનેર વિભાગમાં જેની સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે.

તેમના નિર્ણય પેન્ડિંગ રાખવાની સાથે ઈજનેર ખાતામાં આસીસ્ટન્ટ સીટી ઈજનેરની ૧૦ જગ્યાઓ આસીસ્ટન્ટ ઈજનેરમાંથી તથા આસીસ્ટન્ટ ઈજનેરની કુલ ૨૧ જગ્યા ઉપર ટેકનીકલ સુપરવાઈઝરમાંથી બઢતીથી નિમણૂંક સાથે બદલીના હુકમ કરતા ઈજનેર વિભાગમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવાની સાથે જ ઈજનેર વિભાગમાં કેટલાક જ ઈજનેરોની ચાલી રહેલી ઈજારાશાહીને તોડી નાંખતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલા આ આદેશોને પગલે ઈજનેર વિભાગમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે.લીધેલ છે-સંદેશ વેબ 

સત્તાવાર સૂત્રો તરફથી મળતી માહીતી અનુસાર,આ બદલીમાં કરમશી દેસાઈ સામે ખાતાકીય તપાસ ચાલુ હોઈ તેમને બઢતી આપવાનો નિર્ણય પેન્ડીંગ રાખવામાં આવ્યો છે.આ સાથે જ ઈજનેર વિભાગમાં આસીસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતા યોગેશ મલ્હોત્રાને શોકોઝ નોટીસ આપવામાં આવી હોઈ તેમની બઢતીનો અને કિરીટ રાવલને તેમજ સંજય પટેલને બઢતી આપવાના નિર્ણયને ખાતાકીય તપાસ ચાલી રહી હોઈ કમિશનરે પેન્ડીંગ રખાવ્યો છે