સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુ વકર્યો

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુ વકર્યો

જુનાગઢ, મોરબી, રાજકોટ, જામકંડોરણાના ૬ દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનો સ્વાઈન ફ્લુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.નોંધનીય છે કે ગરમી વધતા જ રોગચાાળામાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે.

રાજકોટમાં સ્વાઈન ફ્લુથી ચાલુ વર્ષમાં ૮ લોકોના મોત થયા છે. અને વધુ સ્વાઈન ફ્લુના કેસ નોંધાતા તંત્રએ કાર્યવાહી હાથધરી છે. સ્વાઈન ફ્લુ વિભાગમાં ડોક્ટરોની ટીમ પણ કામે લાગી છે, જેને લઇ દર્દીઓને બચાવી શકાય, જોવા જઈ તો સ્વાઈન ફ્લુની અસર ઉનાળામાં ઓછી થાય છે. ઉનાળામાં સ્વાઈન ફ્લુના કેસ ઓછા થાય છે. પણ સૌરાષ્ટ્ર સ્વાઈન ફ્લુથી ઝપેટમાં આવી ગયું છે તેવું લાગી રહ્યું છે.