૬૦ વર્ષના વૃદ્ધને થયો સ્વાઈન ફ્લુ

૬૦ વર્ષના વૃદ્ધને થયો સ્વાઈન ફ્લુ

ભર ઉનાળે ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ સ્વાઈન ફ્લુ જેવો જીવલેણ રોગ લોકોને શિકાર બનાવી રહ્યો છે.

થોડા વર્ષો પહેલા જ્યારે સ્વાઈન ફ્લુની શરુઆત હતી ત્યારે ચોમાસા અને શિયાળા તેમજ મિશ્ર ઋતુમાં આ રોગ પ્રસરી રહ્યો હતો. હવે સ્થિતિ એ હદે વકરી છે કે ભર ઉનાળે ૪૦ ડિગ્રી અને તેનાથી વધુ તાપમાં ભલભલા બેક્ટેરીયા મરી જાય ત્યારે પણ સ્વાઈન ફ્લુના જીવાણુઓનો વ્યાપ વધી રહ્યો છે

જૂનાગઢમાં પીપરવાડી વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધને બીમારી દરમિયાન સ્વાઈન ફ્લુની શંકાએ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અહીંયા તેમનો લોહી-કફના સેમ્પલનું પરીક્ષણ કરાયું હતું.