રાજ્યની  હોટલોમાં નહીં પીરસાય દારૂ

રાજ્યની  હોટલોમાં નહીં પીરસાય દારૂ

સુપ્રીમ કોર્ટના મહત્ત્વના ચુકાદાની અમલવારીને લઇને ગુજરાત સરકારના બાબુઓ હજુ પણ અર્થઘટનમાં પડયાં છે પણ જાણકારોના મતે, સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર ગુજરાતના વિવિધ શહેરોમાં સ્ટેટ-નેશનલ હાઇવે ઉપર આવેલી ફાઇવ-થ્રી સ્ટાર હોટેલની લિકરશોપ ઉપર પણ પડશે. અમદાવાદના એસજી હાઇવે સહિત અન્ય સ્ટેટ-નેશનલ હાઇવે ઉપર આવેલી હોટેલોની પરમિટવાળી લિકરશોપના શટર પાડવા પડશે.

દારુની પરમીટ આપવામાં ૩૩ ટકાનો વધારો થયો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે વર્ષ ૨૦૧૫માં ૧૯૫૩ દારુની પરમીટ હતી જે વર્ષ ૨૦૧૬ના એક વર્ષમાં જ ૨૯૯૪ દારુની પરમીટ અપાઇ હતી. આમ એક જ વર્ષમાં દારુની પરમીટ આપવામાં ૩૩ ટકાનો વધારો થયો હતો. અમદાવાદમાં ૧૨,૮૦૩ જેટલી પરમીટ હતી જેમાં છેલ્લા એક વર્ષમાં ૩ હજાર પરમીટનો વધારો થયો છે. 

ગુજરાતમાં તો પહેલેથી દારૂબંધી છે. રાજ્ય સરકાર દ્વારા કેટલીક ફાઇવ, થ્રી સ્ટાર હોટેલોને લિકરશોપની પરમિટ અપાય છે. આ હોટેલો દ્વારા પરમિટ ધારકોને દારૂનું સત્તાવાર વેચાણ કરાય છે પણ ગત ૧૬મી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્ટેટ અને નેશનલ હાઇવેની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં આવતી દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે જેથી હવે ગુજરાત સરકાર પણ આ ચુકાદાનો અમલ કરવો પડશે જોકે, સત્તાવાર રીતે ગૃહખાતાના સત્તાવાળાઓનો સંપર્ક કરતાં તેમણે કંઇપણ કહેવાનું ટાળ્યું છે.