નકલી ઠંડાપીણા વેંચતા  વેપારીની ધરપકડ

નકલી ઠંડાપીણા વેંચતા  વેપારીની ધરપકડ

દરોડો પાડી ઠંડા પીણાનો જથ્થો તેમજ માલ સામાન કલર, યાંત્રિક સામગ્રી ઝડપી છે અને કુલ અંદાજિત સાડા ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલનપુરના છાપી ગામે કૉપીરાઇટ મામલે દરોડા બાદની તપાસમાં અહી ઠંડા પીણા બોટલ પેકેજિંગમાં ડુપ્લિકેટિંગ થતું હતું તેવું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં કપનીના માણસોએ પોલીસને સાથે રાખી, રેડ કરાવી હતી.

બ્રાન્ડેડ ટ્રેડમાર્કની નકલથી ઉત્પાદન અને વેચાણ કરવાના ગુના બદલ નકલી ઠંડાપીણાં બનાવનારા બે વેપારીઓ નૂર મહમદ ઈબ્રાહિમ મલપુરા, શાહનવાઝ સલીમભાઈ કુકુની છાપીમાંથી ધરપકડ કરવામાં આવી છે.ક્રાઇમ અમદાવાદને મળેલી બાતમીને આધારે બે વહેપારીઓને ત્યાં દરોડો પાડી ઠંડા પીણાની નકલી પ્રોડક્ટ જપ્ત કરવામાં આવી છે.