રાજકોટના બે છાત્ર અમેરિકા સાયન્સ ફેરમાં

રાજકોટના બે છાત્ર અમેરિકા સાયન્સ ફેરમાં

રાજકોટના બે છાત્ર વૈજ્ઞાનિકો અમેરિકાના જિનિયસ ઓલિમ્પીયાડ સ્પર્ધામાં પહોંચ્યા છે. જિલ્લા અને રાજ્યસ્તરે વિજેતા થઈને આ છાત્રો અમેરિકા પહોંચી ૭૩ દેશોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી રહ્યાં છે.

એકી સાથે અનેક વિન્ડો ધરાવતું મોબાઈલ બ્લેકબોર્ડ ધોળકિયા સ્કૂલના જનક પીપળીયા અને જેનીલ છત્રાળા નામના બે છાત્રોએ બનાવ્યું હતું. આ બ્લેક બોર્ડમાં એકી સાથે અનેક પેનલો લાગેલી છે અને તે સ્લાઈડીંગ હોવાથી દરેક વખતે શિક્ષકે એક એક ટોપીક ભણાવીને બ્લેકબોર્ડ સાફ નથી કરવું પડતું. એક ટોપીક ભણાવીને બ્લેકબોર્ડને સ્લાઈડ કરી નવી સાઈડ ખોલી શકાય છે.