બિલોદરા પાસેથી દારૃ સાથે બે શખ્સ ઝડપાયા

બિલોદરા પાસેથી દારૃ સાથે બે શખ્સ ઝડપાયા

એક ગામેથી પોલીસે એક ગાડીમાંથી વિદેશી દારૃ ઝડપી લીધો હતો.આ બનાવમાં વિદેશી દારૃ સહિત ગાડી મળી કુલ રૃા.૫,૪૭,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ગાડીમાં બેઠેલા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા  છે. પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના બિલોદરા ગામ નજીકથી ગઈકાલે રાત્રે પસાર થતી નંબર વગરની ગાડીને આર આર સેલ પોલીસે કોર્ડન કરી અટકાવી  હતી.

આ ગાડીમાં દારૃ છુપાવ્યો હોવાનું પોલીસને જાણ થતાં તેઓએ ગાડીની તલાસી લીધી હતી. જેમાં ગાડીની પાછળની ડેકીમાંથી વિદેશી દારૃની બોટલો તથા બિયર ટીન નંગ ૫૬૪ કિંમત રૃા.૧,૪૬,૪૦૦/-નો મળી આવ્યો હતો.