ટ્રક અને ટેન્કર ચોરી

ટ્રક અને ટેન્કર ચોરી

સોમાતળાવ બ્રીજ નીચેથી ટેન્કર, બાજવા રોડ ઇન્ડોનેશીયન કંપની પાસેથી ટ્રક તેમજ છાણી જકાતનાકા કેનાલ નજીકથી ટેન્કરની ચોરી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાંચે ગઇકાલે ઝડપી પાડયો છે.

આ અંગેની વિગત એવી છે કે, ક્રાઇમ બ્રાંચે ગઇરાતે મળેલી બાતમીના આધારે કલાલી રોડ પરથી જવસિંગ ઉર્ફે જશવંતસીંગ અનોપભાઇ બામણીયા (રહે ગામ દાદુર બામણીયા ફળિયું તા.ગરબાડા જિ. દાહદો) ને ટેન્કર સાથે શકમંદ હાલતમાં ઝડપી પાડયો હતો.