આજે રાજ્યભરના મુખયત્વે બજારો બંધ

 આજે રાજ્યભરના મુખયત્વે બજારો બંધ

આજે અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરાના કાપડ અને અનાજના વપેરીઓએ બંધ પાળ્યો હતો. સુરતના કાપડના વેપારીઓએ જીએસટીને અંગ્રેજોના સમયમાં વસૂલાતા લગાન સાથે સરખાવી લડતનું બ્યૂગલ ફૂંક્યું છે. કાલે ગુડલક માર્કેટના કમ્પાઉન્ડમાં ટેક્સટાઈલ જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા આયોજિત જાહેરસભામાં વિશાળ સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી કહ્યું હતું કે ‘જીએસટી હટાવો, કાપડ ઉદ્યોગ બચાવો’. આ સાથે જ અગ્રણીઓએ લાંબી લડત માટે વેપારીઓ તૈયાર હોવાનું એલાન કર્યું હતું. જેના પગલે સુરતની 160 કાપડ માર્કેટના 65 હજાર વેપારીઓ દુકાન બંધ રાખી જીએસટીનો વિરોધ કર્યો હતો.

સુરતના વેપારીઓના આંદોલનને સુરતના ચોકબજારના કપડા વેપારીઓના સંગઠન સહિત દેશભરમાંથી 180 વેપારી સંગઠનોએ સમર્થન જાહેર કરી આવતીકાલે બંધમાં જોડાવાની ખાતરી આપી છે. આજની સભામાં રાજસ્થાનના વેપારીઓના પ્રતિનિધિમંડળે વિશેષ હાજરી આપી હતી. સુરતના કપડા વેપારીઓ સમગ્ર આંદોલનની આગેવાની લઈ રહ્યા હોય દેશભરના કપડા વેપારીઓમાં જીએસટી સામે લડવાનું જોમ વધ્યું છે. આજે ૧૧ કલાકે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ દિવસભર દુકાનો બંધ રહેશે. ત્યારબાદ તા. 16મીના રોજ દેશભરના વેપારી સંગઠનો દિલ્હીમાં એકત્ર થવાના હોય સુરતનું પ્રતિનિધિમંડળ પણ જશે