ટીચરે ચાલુ ક્લાસમાં સ્ટુડન્ટને શર્ટનું બટલ ખોલવાતા ફરજ પાડતા હોબાળો

ટીચરે ચાલુ ક્લાસમાં સ્ટુડન્ટને શર્ટનું બટલ ખોલવાતા ફરજ પાડતા હોબાળો

વડોદરાઃ શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સી.કે. પ્રજાપતિ વિદ્યાલયમાં હોમવર્ક નહીં લાવનાર ધોરણ-2ની સ્ટુડન્ટને શર્ટનું બટન ખોલવા માટે ટીચરે ફરજ પાડી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે સ્ટુડન્ટની માતાએ સ્કૂલમાં જઇ હોબાળો મચાવતા શાળા સંચાલકોએ ટીચરને પાણીચું પકડાવી દીધું હતું.
ધોરણ - 2ની સ્ટુડન્ટે હોમવર્ક નહીં કરતાં ટીચરે શર્ટનું બટલ ખોલવા ફરજ પાડી
મળેલી માહિતી પ્રમાણે શહેરના ગોરવા-લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલી સી.કે. પ્રજાપતિ વિદ્યાલયમાં ધોરણ-2માં ખુશ્બુ (નામ બદલ્યું છે) અભ્યાસ કરે છે. ગત સપ્તાહે સ્કૂલની ટીચર ધર્મિષ્ઠાબહેન રાઠોડે ધોરણ-2ના વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું હતું. કોઇક કારણોસર ખુશ્બુ હોમવર્ક કરી શકી ન હતી. શનિવારે ખુશ્બુ સ્કૂલમાં ગઇ હતી. ટીચર ધર્મિષ્ઠાબહેન રાઠોડે તમામ વિદ્યાર્થીઓનું હોમવર્ક ચકાસ્યું હતું. જેમાં ખુશ્બુ હોમવર્ક કરી લાવી ન હતી. આથી ટીચરએ ખુશ્બુને ક્લાસરૂમમાં ઉભી કરી શર્ટનું બટન ખોલવા માટે જણાવ્યું હતું. ટીચરે ખુશ્બુને શર્ટનું બટન ખોલવાનું જણાવતા જ ખુશ્બુ ડઘાઇ ગઇ હતી. આ સાથે ક્લાસ રૂમના અન્ય વિદ્યાર્થીઓ પણ ટીચરએ ખુશ્બુને શર્ટના બટન ખોલવાની વાત સાંભળી ચોંકી ઉઠ્યા હતા.
ઘરે જઇ ખુશ્બુએ તેની માતા શારદાબહેનને (નામ બદલ્યું છે) કહ્યું કે, હું શનિવારે હોમવર્ક લઇ ગઇ નહોતી. આથી અમારા ક્લાસ રૂમના ટીચર ધર્મિષ્ઠાબહેન રાઠોડે ક્લાસ રૂમમાં બધા વિદ્યાર્થીઓની વચ્ચે મને મારા શર્ટના બટન કાઢવા માટે જણાવ્યું હતું. હું ગભરાઇ ગઇ હતી. અને શરમાઇ ગઇ હતી. હવે હું હોમ વર્ક નહિં લઇ જાઉં તો મારા ' શર્ટના બટન કઢાવશે તેવો મને ડર લાગે છે. ગભરાઇ ગયેલી દીકરી ખુશ્બુની વાત સાંભળી માતા શારદાબહેન આજે સ્કૂલમાં પહોંચી ગયા હતા. શાળાના આચાર્ય સહિત સંચાલકો સામે ટીચર ધર્મિષ્ઠાબહેને દીકરી સાથે કરેલા ગેરવર્તન અંગે રોષ ઠાલવ્યો હતો. ટીચર ધર્મિષ્ઠાબહેન રાઠોડનાં રાજીનામાની માંગણી કરી હતી.