જ્ઞાતિવાદને પગલે શિક્ષણ થયું ઠપ્પ

જ્ઞાતિવાદને પગલે શિક્ષણ થયું ઠપ્પ

તલોદમાં હવે જ્ઞાતિવાદને પગલે શિક્ષણ કાર્ય ઠપ્પ થઇ ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. બે સમાજ વચ્ચેના વૈમનસ્યને લઈને તેમણે પોતાના બાળકોને શાળામાં મોકલવાના બંધ કરી દીધા છે.આ કિસ્સો તલોદની મોઢુકા પ્રાથમિક શાળાનો છે. આ શાળામાં નવું સત્ર શરૂં થયાને 15 દિવસ થઈ ગયા છતાં શાળાના વર્ગખંડો ખાલીખમ છે. છેલ્લા એક વર્ષથી ગામમાં રહેતા પાટીદાર સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે વિખવાદ ઉભો થયો છે.

ગામની શાળામાં 11 શિક્ષકો છે અને તે બધા પટેલ સમાજના છે. ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા ઠાકોર સમાજના બાળકોને અશિક્ષિત રાખવા એ લોકો બાળકોને શિક્ષણ ન આપતા હોવાની વાતને લઈને ઠાકોર સમાજે બાળકોને શાળામાં મોકલવાના બંધ કરી દીધા છે.આ મામલો એટલો વણસ્યો છે કે ઠાકોર સમાજ જ નહિં પણ પટેલ સમાજના લોકોએ પણ અહીંથી પોતાના બાળકોને ઉઠાવી લીધા છે. બંને પક્ષો સમસામે આક્ષેપો કરી રહ્યા છે. ઠાકોર સમાજના લોકો શાળામાં તમામ શિક્ષકોની બદલી કરાય તેવી માંગ કરી રહ્યા છે. આ મામલે સમાધાન કરાવવા માટે શિક્ષણ વિભાગ પણ વચ્ચે આવ્યું હતું પરંતુ હજી કોઈ સફળતા મળી નથી