મલ્ટીલેવલ પાર્કિંગની આસપાસ ‘નો પાર્કિંગ’ જાહેર થશે

મલ્ટીલેવલ પાર્કિંગની આસપાસ ‘નો પાર્કિંગ’ જાહેર થશે

 આગામી દિવસોમાં સુરત મ્યુનિ.ના મલ્ટીલેવલ પાર્કિંગની આસપાસના વિસ્તારને નો પાર્કિંગ ઝોનનો અમલ કરવા માટે કવાયત થઈ રહી છે.  મલ્ટીલેવલ   પાર્કિંગની આસપાસના વિસ્તારમાં થતાં ગેરકાયદે પાર્કિંગ રાકવા માટે મ્યુનિ. તંત્ર કામગીરી કરી રહી છે.  મલ્ટી લેવલ પાર્કિંગની આસપાસ થતાં ગેરકાયદે દબાણના કારણે લોકો રોડ પર વાહનો પાર્ક કરતાં હોવાનું કારણ બહાર આવ્યું છે.

સુરતની વસ્તી અને વિસ્તાર વધવાની સાથે વાહનોની સંખ્યા પણ કુદકેને ભુસ્કે વધી રહી છે. શહેરમાં વાહનોની સંખ્યામાં વાધારો થતાં પાર્કિંગની સુરત મ્યુનિ. તંત્રએ શહેરમાં પાર્કિંગની સમસ્યામાં ઘટાડો કરવા માટે શહેરમાં અનેક જગ્યાએ પે એન્ડ  પાર્ક સાથે મલ્ટીલેવલ પાર્કિંગ પણ જાહેર કર્યા છે. પરંતુ મોટા ભાગના મલ્ટીલેવલ પાર્કિંગની આસપાસ વાહનો પાર્ક થતાં હોવાનું મ્યુનિ.ના ધ્યાન પર આવ્યું છે. જેના કારણે મલ્ટીલેવલ પાર્કિંગની આસપાસના ૫૦૦ મીટર વિસ્તારમાં નો પાર્કિંગના સાઈનેજીસ બોર્ડ લગાવવા માટે સુચના આપવામાં આવી છે.